ટૂંક સમયમાં દબંગ-3નું શૂટિંગ શરૂ કરી રહેલી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવું એ તો મારા માટે ઘર વાપસી જેવું છે કારણ, આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મથી એણે બૉલિવુડમાં ડગ માંડ્યા હતાં. ક્રોમ પિક્ચર્સની 15મી એનિવર્સરી અને બધાઈ હોની સક્સેસ …

ટૂંક સમયમાં દબંગ-3નું શૂટિંગ શરૂ કરી રહેલી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવું એ તો મારા માટે ઘર વાપસી જેવું છે કારણ, આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મથી એણે બૉલિવુડમાં ડગ માંડ્યા હતાં. ક્રોમ પિક્ચર્સની 15મી એનિવર્સરી અને બધાઈ હોની સક્સેસ પાર્ટીમાં મીડિયા સાથે વાત કરી રહી હતી.

 

સોનાક્ષીએ 2010માં સલમાન ખાન સાથે દબંગથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.

ફિલ્મની શૂટિંગનો ઉલ્લેખ કરતા સોનાક્ષીએ કહ્યું કે, દબંગ-3નું શૂટિંગ શરૂ થઈ રહ્યું હોવાથી હું ઘણી ખુશ છું. દબંગ અને દબંગ-2ની રિલીઝ બાદ નવી ફ્રેન્ચાઇઝી શરૂ કરવામાં ઘણો સમય લીધો. દબંગ-3નું નિર્માણ અરબાઝ ખાન કરી રહ્યો છે તો દિગ્દર્શન પ્રભુ દેવા.