ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક નવી પ્રતિભાઓ આવી રહી છે. એમાંના એક છે નિતિન જાની. સ્ટાર પ્લસ અને કલર્સ ચૅનલની અનેક સિરિયલો કરનાર નિતિનની વેબ સિરીઝ જીગલી ઍન્ડ ખજૂર ઘણી પોપ્યુલર થઈ છે. મજાની વાત એ છે કે ઘણા ફિલ્મની વાર્તા પરથી વેબ સિરીઝ બનાવતા હોય છે ત્યારે નિતિન તેમની સિરીઝ પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાના છે જેનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવાની યોજના છે. તેમની ફિલ્મ એવું જ રેશે એપ્રિલ મહિનામાં રિલીઝ થઈ હતી. મનોજ જાશી, શેખર શુક્લા, ડેલનાઝ ઇરાની, યતિન પરમાર,મેહુલ કજરિયા જેવા ધરખમ કલાકારો ધરાવતી ફિલ્મની વાત ત્રણ કૉલેજિયન મિત્રોની છે.

કૉલેજમાં ભણતા આ ત્રણેય મિત્રો માટે જિંદગી એટલે ધમાલ-મસ્તી-દરેક જાતના વ્યસનો કરવાની સાથે પોતાની મસ્તીમાં રહેવું. પણ ત્રણેયની જિંદગીમાં એક એવો ટર્નિંગ પોઇન્ટ આવે છે કે તેમનું જીવન બદલાઈ જાય છે. મોજમસ્તી માટે ફરવા ગયેલા મિત્રોને એવો અનુભવ થાય છે કે ભાન ભૂલી ગયેલા ત્રણેની સાન ઠેકાણે આવી જાય છે.

એપ્રિલ મહિનામાં રિલીઝ થયેલી બી. જી ફિલ્મ્સ અને જાની બ્રધર્સ બેનર હેઠળ બનેલી આવું જ રેશેના નિર્માતા છે રામુ પ્રજાપતિ, ભાવેશ શાહ, સૂરજ દેસાઈ અને તરૂણ જાની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here