એ તો સર્વવિદિત છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સામાજિક વિષયો ઉઠાવવાની સાથે લોકોપયોગી કાર્યોમાં પણ સંકળાયેલો હોય છે. ફેબ્રુઆરી 2019માં ટીમે ધ સ્ટીફન હાઈ સ્કૂલ ફોર ધ ડેફ એન્ડ એફેસિકના બાળકોનું સ્વાગત કર્યું અને તેમનું મનોરંજન કર્યું હતું.

સ્કૂલનાં આચાર્યા શ્રીમતી મોરેસ તેમના સ્ટાફ અને સ્કૂલનાં બાળકો સાથે સેટ પર આવ્યાં કારણબધા બાળકો શોના ચાહક છે. આ સ્પેશિયલ બાળકોથી ઘેરાયેલા દિલીપ જોશીએ કહ્યું કે, આ બાળકોને મળી આનંદની સાથે સંતોષની લાગણી અનુભવી. ગોકલુધામ આવી બધા કલાકારોને જોઈ તેમના ચહેરા ખીલી ઉઠ્યા હતા. હુ તમામ બાળકોના માતા-પિતાને સેલ્યુટ કરૂં છું જે તેમને માત્ર સહયોગ જ નથી આપતા પણ બાળકોને જીવન પ્રત્યે સકારાત્મક વિચારવાની પ્રેરણા પણ આપે છે.

આસિત કુમાર મોદીએ જણાવ્યું કે, આ એક મોટું ગ્રુપ હતું એટલે અમે હા પાડી કારણ બાળકો તેમની સ્કૂલના તમામ મિત્રો અને ટીચર્સ સાથે આવવા માંગતા હતા. તેઓ જ્યારે ગોકુલધામ સોસાયટી પહોંચ્યા ત્યારે તમની આંખો પર વિશ્વાસ બેઠો નહોતો. પછી ખુશીની માર્યા ઉછળી પડ્યા.

શૈલેશ લોઢા (તારક મહેતા) અને અમિત ભટ્ટ (બાપુજી)એ પણ તેમની સાથે ઘણી મસ્તી કરી. ઘણા બાળકો ગોકુળધામમાં આવેલા મંદિરમાં પણ ગયા પ્રસાદ લઈ પાછા આવ્યા. બાળકોને એ વાતનું આશ્ચર્ય થયું કે એક પણ કલાકાર હકીકતમાં આ સોસાયટીમાં નથી રહેતો.

નીલા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોમવારથી શુક્રવારે 8.30 વાગ્યે સબ ટીવી પર પ્રસારિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here