ફિલ્મ-ટીવી-નાટકના ત્રિવેણી સંગમ સમા ટ્રાન્સમીડિયા ઍવોર્ડમાં

કલાકારોને મળવાનો અનન્ય લહાવો

વાચક મિત્રો,

આપની માનીતી વેબસાઇટ ફિલ્મી ઍક્શન ટ્રાન્સમીડિયાના સહયોગમાં આપના માટે એક અનોખી ઑફર લઈને આવી છે. જે કલાકારોને આપ અઢળક પ્રેમ કરો છો, જેમની ફિલ્મ-નાટક-સિરિયલ જોવા તલપાપડ હો છો એમને નજરોનજર જોવા-મળવાનો અનોખો લહાવો આપને માટે ફિલ્મી ઍક્શન લાવ્યું છે. અને એ માટે આપે માત્ર એક સરળ સવાલનો જવાબ (વેબ સાઇટમાં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી મળી શકશે) આપવાનો રહેશે. સાચો જવાબ આપનાર દસ વિજેતાને 9 માર્ચ, 2019ના મુંબઈ ખાતે યોજાનાર મનોરંજનના કુંભમેળા જેવા ટ્રાન્સમીડિયા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઍવોર્ડ નાઇટના પાસ આપવામાં આવશે. ( એક પાસમાં બે વ્યક્તિને પ્રવેશ મળી શકશે)

પ્રશ્ન

ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ ઍવોર્ડ-2019માં લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ ક્યા બે કલાકારને આપવામાં આવશે?

 

નિયમો

–    સ્પર્ધામાં ફિલ્મી ઍક્શનના પરિવારના સભ્યો ભાગ લઈ શકશે નહીં.

–    સ્પર્ધકોએ તેમના જવાબ 7 માર્ચ 2019ના રાત્રે 10 વાગ્યા સુધીમાં વોટ્સઍપ – એસએમએસ કે ઇ-મેલથી મોકલવાના રહેશે. સ્પર્ધકે પ્રશ્નના જવાબ સાથે તેમનું નામ, સરનામુ, વોટ્સઍપ નંબર, ઇ-મેલ એડ્રેસ મોકલવું જરૂરી છે.

–    દસ કરતાં વધુ વિજેતા હશે તો લોટરી સિસ્ટમથી વિજેતા જાહેર કરાશે. અને નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

–    વિજેતાએ પોતાના ખર્ચે મુંબઈ આવવા-જવાનું રહેશે.

–    વિજેતાને પાસ ક્યાંથી કલેક્ટ કરવા એની જાણ એસએમએસ – વોટ્સએપ-ઇ-મેલથી કરવામાં આવશે.

– વિજેતાએ એનું ઓળખપત્ર (આઈ-કાર્ડ) સાથે રાખવું ફરજિયાત છે.

– સમયમર્યાદા બાદ મળેલા જવાબોને ગણતરીમાં લેવાશે નહીં.

 

આપના જવાબ 8488866201 પર વોટ્સઍપ – એસએમએસ દ્વારા અથવા filmyactions@gmail.com પર ઇ-મેલથી મોકલી આપવા.

1 COMMENT

  1. PANKAJKUMAR goswami

    1. Devendra pandit
    2. Feroz Irani

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here