એકાદી ટીવી સિરિયલમાં બૉલિવુડની જાણીતી હીરોઇન સોનાક્ષી સિન્હા કામ કરવાની છે, એવું જો કોઈ કહે તો આશ્ચર્યચકિત થતા નહીં. કારણ, મોટા અને નાના પરદાની સોનાક્ષી અલગ અલગ છે. માત્ર તેમનો દેખાવ મળતો આવે છે. હપ્પુ કી ઉલટન પલટન નામની નવી સિરિયલમાં કામના પાઠક મુખ્ય ભૂમિકામાં છે. અને એનો લૂક સોનાક્ષી સિન્હાને મળતો આવતો હોવાથી એ ટેલિવિઝનની સોનાક્ષી તરીકે ઓળખાય છે. એનો ચહેરો, આંખો, સ્માઇલ અને શરીરનો બાંધો સુદ્ધાં સોનાક્ષી સિન્હા જેવો જ હોવાથી હવે ટીવી ઇન્ડસ્ટ્રીને એની પોતાની સોનાક્ષી મળી ગઈ હોવાનું કહેવાય છે.

ઍન્ડ ટીવી પર કામનાનો શો હપ્પુ કી ઉલટન પલટન શરૂ થઈ રહ્યો છે. આ કૉમેડી સિરિયલમાં કામના એક-બે નહીં પૂરા નવ તોફાની બારકસોની મા રાજેશની ભૂમિકા ભજવી રહી છે. યોગેશ ત્રિપાઠી હપ્પુ સિંગની ભૂમિકામાં છે તો હિમાની શિવપુરી કટોરી અમ્માની. મજાની વાત એ છે કે સોનાક્ષીનો એની પહેલી ફિલ્મ દબંગમાં જેવો લૂક હતો એવો જ કંઇક લૂક કામનાનો આ સિરિયલમાં છે. હેરસ્ટાઇલ હોય કે કપડા, મેકઅપ… લગભગ અનેક બાબત દબંગની સોનાક્ષી સાથે મળતી આવે છે.

રાજેશ એક બિન્ધાસ્ત અને સ્પષ્ટવક્તા મહિલા છે. દરેક ચીજ એના ધાર્યા મુજબ થવી જોઇએ અને એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સિરિયલના નિર્માતાને બુંદેલખંડી લહેજામાં બોલનારૂં પાત્ર જોઇતું હતું. કામના પણ મધ્ય પ્રદેશની છે. અભિનેત્રીનું કહેવું છે કે એ અને એની મૉમ બુંદેલખંડી લહેકામાં જ વાત કરીએ છીએ. એટલે આ શૈલી સ્વાભાવિકપણે મારામાં રહેવાની. ટીવી પર બુંદેલખેડી ભાષાનો ખાસ ઉપયોગ કરાયો નથી. એટલે આ સિરિયલ માટે હું ઘણી ઉત્સાહિત છું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here