દિગ્ગજ કલાકારો જિતેન્દ્ર અને આશા પારેખની ફિલ્મ કારવાંને ચીનમાં આગામી હૈનાન આઇલેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. 1971માં રિલીઝ થયેલી બૉલિવુડની ક્લાસિક ફિલ્મ સ્પ્રિંગ સ્ક્રીનિંગ જેમ્સ ઑફ એશિયા-સ્પૉટલાઇટ ઑન ઇન્ડિયા 2019 શ્રેણીમાં દર્શાવાશે. સ્ક્રીનિંગ અંગે હર્ષ વ્યક્ત કરતા જિતેન્દ્રએ જણાવ્યું કે, આ સમાચાર મારા માટે સન્માનની વાત છે કે કારવાંને સમિતિએ ફેસ્ટિવલની ઓપનિંગ ડે માટે પસંદ કરી છે. આ ઘણી સારી પહેલ છે જે ચીન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને સમૃદ્ધ કરવાની સાથે પ્રોત્સાહન આપશે.

ફિલ્મ નિર્માતા નાસિર હુસેન દ્વારા દિગ્દર્શિત કારવાં એક થ્રિલર ફિલ્મ હતી જેમાં અરૂણા ઇરાની, હેલન, મહેમુદ જુનિયર, મદન પુરી, અનવર અલીની પણ મહત્ત્વની ભૂમિકા હતી.

આ મહોત્સવ હૈનાન દ્વીપના સાન્યા શહેરમાં 23 માર્ચથી 16 એપ્રિલ સુધી આયોજિત કરાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here