વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી નોટબંધી, કાળા ધન વિરુદ્ધના અભિયાન ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓની પાંચ વરસમાં કેવી અસર થશે એની વાત  લેખક કેશવ રાઠોડ,  નિર્માતા ગુલામ મોહમ્મદ શેખ અને પ્રસ્તુતકર્તા મનીષ ચૌહાણ (મન્યા)ની ફિલ્મ કાળા ધનની ધમાલમાં દર્શાવવામાં આવ્યું છે. તો ફિલ્મના પાત્રના નામો પણ દેશપ્રેમ જગાવે એવા છે. દેશ (હીરો), ભક્તિ (હીરોઇન), જનતા (સેકન્ડ હીરોઇન), ભારત (ચરિત્ર અભિનેતા), વિકાસ (સેકન્ડ હીરો). ફિલ્મમાં ચાર પરિવારની વાત છે. ફિલ્મના દિગ્દર્શક એમ. એચ. ચૌહાણ કહે છે કે, અમે નરેન્દ્ર મોદીની યોજનાઓની પોઝિટિવ બાબત દર્શાવી છે. એનો મતલબ એવો નથી કે અમે વિરોધ પક્ષો પર માછલા ધોયા છે. અમે દેશની પ્રગતિની વાત એક મનોરંજક શૈલીથી કરી છે. અને એટલું ચોક્કસ કહીશ કે ફિલ્મ તમામ વર્ગના દર્શકોને પસંદ પડશે.

ફિલ્મના મુખ્ય કલાકારો છે ગૌરવ રૂપદાસ, હંસી પરમાર, સુરજીત ધુરી, મિત્રેશ વર્મા, જિગ્નેશ મોદી, તૃષ્ણા, મમતા ચૌધરી, દિવ્યા વાણિયા, ઇમ્તિયાઝ શેખ, મનીષા ત્રિવેદી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here