ગુજરાતમાં ઇલેક્શન પૂર્વે થઈ રહેલાં આંદોલનને કારણે અનેક ફિલ્મો રિલીઝ તો થઈ પણ દર્શકો થિયેટર સુધી પહાંચી શક્યા નહોતા. આમાંની એક ફિલ્મ હતી પરેશ વિનોદરાય સવાણીની ગેમઓવર. પ્રતિકુળ સંજાગોને કારણે નિર્માતાએ ફિલ્મ પાછી ખેંચી લીધી. હવે દર્શકોની લાગણીને માન આપી ગેમઓવર ફરી રિલીઝ કરી રહ્યા છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક પરેશ વિનોદરાય સવાણીના જણાવ્યા મુજબ ગેમઓવર રિલીઝ કરવાનો આ એકદમ યોગ્ય સમય છે. કારણ, દેશભરમાં કથુઆ અને ઉન્નાવ રેપ કાંડની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અને અમારી ફિલ્મમાં પણ બળાત્કારનો ભોગ બનેલી યુવતી બહાદુરીપૂર્વક સંજોગોનો સામનો કરી ગુનેગારોને સળિયા પાછળ ધકેલે છે એની વાત આલેખાઈ છે. ગેમઓવર આજની યુવતીઓને દરિંદાઓનો સામનો કેવી રીતે કરવો એની  સમજ  આપે છે.

પરેશ કહે છે કે ફિલ્મની હીરોઇન બાલ્ડ ઍન્ડ બ્યૂટિફૂલ, સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છે. આ શાતિર યુવતી જિંદગીનો જુગાર ખેલે છે. પરંતુ ક્યારેક ગેમનો માસ્ટર પ્લાનર જ એનો ભોગ બને છે અને પોતાના જ ચક્રવ્યુહમાં ફસાય છે. હીરોઇને ગેમ તો શરૂ કરી પણ, હવે ગેમ એની સાથે રમત રમી રહી છે. હીરોઇનને લાગે છે કે આગલી ચાલમાં ગેમ ઓવર થશે, પણ અભિમન્યુની જેમ નવા કોઠામાં ફસાતી જાય છે.

હીરોઇનની દરેક ચાલ સાથે ઉત્કંઠતા જગાડતી અને પ્રત્યેક સીન બાદ હવે શું થશે જેવો પ્રશ્ન ઉદભવતી ફિલ્મના લેખક-દિગ્દર્શક પરેશ ગોવિંદરાય સવાણીએ ટેલિવિઝન પર એકતા કપૂરથી લઈ અનેક જાણીતાં પ્રોડક્શન હાઉસ માટે સિરિયલ લખવાની સાથે દિગ્દર્શન પણ કર્યું છે. આ તેમની પહેલી ફિલ્મ હોવા છતાં કસાયેલા કસબીની જેમ ફિલ્મમાં રહસ્ય-રોમાંચ બખૂબી જાળવ્યા છે

ડ્રીમ મશીન પ્રાઇવેટ લિમિટેડ, કોનિંગ એન્ટરટેઇન્મેન્ટ અને ડ્રીમ ઇન્ટરનેશનલની ગેમ ઓવરના નિર્માતા છે ડી. વાસુ, પરેશ વિનોદરાય સવાણી, બ્રિજેશ ઠક્કરની ગેમઓવરના મુખ્ય કલાકારો છે રાજેશ શર્મા, યશપાલ શર્મા, ગુરલીન ચોપરા, રાકેશ બેદી, ઉમેશ બાજપેયી, પ્રસાદ શિખરે, અર્હમ અબ્બાસી, ઝીશન ખાન, અલી મુઘલ, ફાલ્ગુની રાજાણી, સાગર કાલે, ટેટિયાના ખાકર્વિચ અને પ્રવેસિકા ચૌહાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here