રૉક માઉન્ટન પ્રોડક્શન્સના નીલકંઠ રેગ્મી, વંશમણિ શર્મા અને ટ્વીટ એન્ટરટેઇન્મેન્ટની પહેલી ફિલ્મ શર્માજી કી લગ ગઈનું ટ્રેલર અને મ્યુઝિક બે અલગ ઇવેન્ટમાં રિલીઝ કરાયું હતું. આ પ્રસંગે નિર્માતા-દિગ્દર્શક અનિલ શર્મા, મેહુલકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ફિલ્મના કલાકારો કૃષ્ણા અભિષેક, મુગ્ધા ગોડસે, હેમંત પાંડે, હિમાની શિવપુરી અને બ્રિજેન્દ્ર કાલા ઉપરાંત બૉલિવુડના કલાકાર-કસબીઓમાં સુનીલ પાલ, ડાન્સ ડિરેક્ટર લૉલીપોપ, વિનય આનંદ, કાશ્મીરા શાહ, જિતેન પુરોહિત અને આરતી સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. મનોજ શર્મા લિખિત-દિગ્દર્શિત ફિલ્મના ગીતકાર-સંગીતકાર છે પ્રવીણ ભારદ્વાજ. 15 માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મનું સંગીત ઝી મ્યુઝિક રિલીઝ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here