સોશિયલ મીડિયા પર પોતાના દીકરા તૈમુર અલી ખાનને ટ્રોલ કરાયા બાદ કરીના કપૂરે ટ્રોલર્સનું મોં બંધ થઈ જાય એવો જવાબ આપ્યો હતો. ટ્રોલર્સોએ લખ્યું હતું કે, તૈમુરને જોઇ એવું લાગે છે કે એ ભૂખે મરી રહ્યો છે અને કરીના સારી મૉમ નથી. અભિનેત્રીએ અરબાઝ ખાનના ચેટ શો પિન્ચમાં એક ઑનલાઇન કમેન્ટ બતાવી હતી જેમાં લખ્યું હતું તૈમુર ભૂખ્યો મરી રહ્યો છે.

કરીનાએ લખ્યું હતું કે એ ભૂખે નથી મરતો, હકીકતમાં એ કંઇક વધુ પડતું ખાઈ રહ્યો છે. કરીનાએ ભારતમાં પાપારાઝી સંસ્કૃતિમાં થઈ રહેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એને આશ્ચર્ય એ વાતનું છે કે લોકો એના બે વરસના દીકરા તૈમુરની જિંદગીમાં આટલો રસ કેમ લઈ શકે છે.

એણે કહ્યું, મીડિયાને જુઓ, એ લાઇટોને જુઓ. આશ્ચર્ય એ વાતનું છે કે મીડિયા શું કરવા માંગે છે. ઘણી વાર તેઓ સીમા પાર કરી જાય છે. ખાસ કરીને તૈમુરની વાત કરૂં તો, એ શું ખાય છે… એ ક્યાં જાય છે… મીડિયા સતત એનો પીછો કરે છે. ક્યારેક ક્યારેક આ બધું ચાલે, પણ રોજ? એ માત્ર બે વરસનો છે અને એને એની જિંદગી જીવવા દેવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here