ફિઝિકલી ચેલેન્જ્ડ નિર્માતાની શોર્ટ ફિલ્મ એક્સપેક્ટેશન ઓલ્વેઝ હર્ટ્ઝ

ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય. કિરણ ધર્મિષ્ઠા અમૃત પટેલને મળ્યા બાદ આ કહેવત એમણે આત્મસાત કરી
હોય એવું લાગે છે. જોઇન્ટ સ્ટિફનેસનો ભોગ બનેલા કિરણ પટેલ ભણતર પૂરૂં કર્યા બાદ પિતાના ઑટોમોબાઇલ ગેસ
મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં જોડાયા. પણ સ્વતંત્રપણે કંઇક નવું કરવાની ધગશને કારણે 2015માં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો.

કેટરિંગ સાથે ઇવેન્ટનું પણ આયોજન કરતા હતા.
આ સમયગાળા દરમ્યાન તેમને એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ શો માટે મોડેલ સપ્લાય કરવાની ઑફર આવી. નવી લાઇન હતી પણ
પડકાર ઝીલી લીધો અને શોને યશસ્વી બનાવ્યો. આ સફળતાએ તેમને પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની પ્રેરણા આપી. કિરણ
પટેલને એમના મિત્ર દિલીપ કટારિયાનો સહયોગ મળ્યો. તેમણે એડોર્ન અફેર્સ એન્ટરટેઇન્મેન્ટ નામે નિર્માણ સંસ્થા શરૂ કરી અને
શોર્ટ ફિલ્મ એક્સપેક્ટેશન ઓલ્વેઝ હર્ટ્ઝ બનાવી જે ટૂંક સમયમાં રિલીઝ થશે. અઝહર હુસેનના દિગ્દર્શનમાં બનેલી 15
મિનિટની શોર્ટ ફિલ્મમાં શિવાની કલગુટકર અને કહાન કપાસી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

કિરણ પટેલ હવે એક રોમાન્ટિક આલ્બમની તૈયારી કરી રહ્યા છે જેનું શૂટિંગ ફેબ્રુઆરીમાં કરાશે. ઉપરાંત તેમની પોતાની લાઇફ
પર એક બાયોપિક બનાવવાની યોજના છે. ભવિષ્યમાં તેઓ હન્દી ઉપરાંત ગુજરાતી-મરાઠી ફિલ્મો બનાવવાની પણ યોજના
ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here