રેમો ડિસોઝાની એબીસીડી-3 આખરે ફ્લોર પર જઈ રહી છે. થોડા દિવસ અગાઉ કેટરિના કૈફે
અચાનક ફિલ્મ છોડી બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. કેટરિના જતાં બધાને લાગતું હતું કે
ફિલ્મ આ વરસે રિલીઝ થઈ શકશે કે નહીં? જોકે નિર્માતાએ તુરંત શ્રદ્ધા કપૂરને સાઇન કરી બધી
શંકા-કુશંકા પર પૂર્ણવિરામ મુકી દીધું. ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે એબીસીડી-3ના અંતમાં દર્શકોને ભારત અને પાકિસ્તાન
વચ્ચે જબરજસ્ત ડાન્સ ફેસ-ઑફ જોવા મળશે.
સૂત્રના જણાવ્યા મુજબ ફિલ્મની એક કલાકાર પાકિસ્તાની ડાન્સર બનશે અને એ વરૂણ ધવન એની
ટીમ સાથે જે ડાન્સ કોમ્પિટિશનમાં જાય છે એમાં ભાગ લેશે. બંને ટીમો અનેક સ્પર્ધકો સાથે ટકરાયા
બાદ છેલ્લે આમને સામને થાય છે. વરૂણ ધવન ભારનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે જ્યારે એદાકારા
પાકિસ્તાનને રીપ્રેઝન્ટ કરશે. દરમ્યાન, દર્શકોને બંને ટીમ વચ્ચે જબરજસ્ત ફેસ-ઑફ જોવા મળશે.
વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર ઘણા સમયથી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. રેમો ડિસોઝાએ આપેલા
ડાન્સ સ્ટેપ્સ આત્મસાત કરવા જબરી મહેનત કરી રહ્યાં હતાં જેથી સેક્રીન પર કોઈ કસર જોવા ન
મળે.