વિક્કી કૌશલની આ મહિને રિલીઝ થયેલી ફિલ્મ ઉરી બૉક્સ ઑફિસ પર ધમાકેદાર દેખાવ કરી રહી
છે. ફિલ્મે પહેલા દિવસથી દર્શકોને પ્રભાવિત કરતી આવી છે. ફિલ્મ રિલીઝ થયાના દસ દિવસમાં

એણે છ શાનદાર રેકોર્ડ નોંધાવ્યા છે.

2019ની પહેલી સુપરહિટ ફિલ્મ
ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થઈ એ અગાઉ એવી માન્યતા હતી કે વરસની પહેલી રિલીઝ કદી
હિટ નથી થતી. વિક્કી કૌશલની ફિલ્મે માત્ર દર્શકોને જ ઇમ્પ્રેસ નથી કર્યા પણ બૉક્સ ઑફિસ પર
ટંકશાળ પાડી રહી છે.

સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરનાર વરસની પહેલી ફિલ્મ
ઉરી માત્ર 2019ની પહેલી હિટ ફિલ્મ નથી બની પણ એ આ વરસની પહેલી ફિલ્મ છે જેણે સો
કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે. 42 કરોડ રૂપિયાના બજેટવાળી ઉરીએ માત્ર 10 દિવસમાં 100
કરોડનો કડો પાર કરી નિર્માતાઓને ખુશ કરી દીધા.

યામી ગૌતમની સૌથી હિટ ફિલ્મ
યામી ગૌતમે અગાઉ હૃતિક રોશન સાથે કાબિલ જેવી 100 કરોડની કમાણીવાળી ફિલ્મ આપી હતી
જે એની કરિયરની સૌથી મોટી હિટ માનવામાં આવતી હતી. પરંતુ ઉરીએ આ ખિતાબ એને નામ
કર્યો છે.

પહેલા અઠવાડિયા કરતા બીજા વીકમાં વધુ ધંધો કરનાર પહેલી ફિલ્મ
સામાન્ય પણે પહેલા વીકએન્ડમાં કોઈ પણ ફિલ્મ જબ્બર આંકડા નોંધાવે છે અને પછી એની કમાણી
ઘટતી જાય છે. પરંતુ ઉરી સાથે ઊંધું થયું છે. આ ફિલ્મે એના બીજા વીકએન્ડમાં પહેલા વીકએન્ડ
કરતા વધુ કમાણી કરી છે. આવું પરાક્રમ કરનારી ઉરી પહેલી ફિલ્મ બની છે.

વિક્કી કૌશલની ત્રીજી સૌથી મોટી ફિલ્મ

વિક્કી કૌશલ માટે 2018નું વરસ શાનદાર રહ્યું. ગયા વરસે એણે સંજુ અને રાઝી જેવી ફિલ્મો આપી
હતી. બંને ફિલ્મોએ જબરજસ્ત કમાણી કરી હતી. આ બે ફિલ્મો બાદ વિક્કીની ઉરી ત્રીજા નંબરે વે
છે.

વિક્કીની પહેલી સોલો 100 કરોડની ફિલ્મ
વિક્કી કૌશલની ગણતરી પ્રતિભાશાળી કલાકાર તરીકેની હોવા છતાં હજુ સુધી એક પણ સોલો 100
કરોડની ફિલ્મ આપી નહોતી. ઉરી સાથે એણે આ સિલસિલો પણ શરૃ કર્યો. આવનારા સમયમાં
વિક્કીની ઓર 100 કરોડની સોલો ફિલ્મ આવે એવી શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here