ઝી ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ ઇશ્ક સુભાન અલ્લાહમાં કબીર ખાન ખાલિદને ઘર છોડી જવાનું કહે છે. ઉશ્કેરાયેલો ખાલિદ સલામત સાથે હાથ મેળવે છે અને કબીર સાથે છેતરપીંડી કરે છે. ખાલિદ લોકોને ભરમાવે છે અને બધાને શરિયા બોર્ડની ઑફિસ બહાર એકઠા કરે છે.

ઉશ્કેરાયેલું ટોળું કબીર પર પત્થરમારો કરે છે જેમાં એ જખમી થાય છે અને માથામાંથી લોહી નીકળે છે. રિઝવાન ઘા પર પાટો બાંધે છે. કબીર પાછો ઑફિસ જાય છે અને લોકોને સમજાવે છે. ત્યારે લોકો સમજી જાય છે કે આ ખાલિદનું કાવતરૂં છે. લોકો ખાલિદને મારવા જાય છે ત્યારે કબીર તેમને અટકાવે છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લે છે. ધીરજકુમાર, જૂબી કોચર અને સુનીલ ગુપ્તા દ્વારા ક્રિએટિવ આઈ લિમિટેડ બેનર હેઠળ બનેલી ઇશ્ક સુભાન અલ્લાહ સોમવારથી શુક્રવાર ઝી ટીવી પર પ્રસારિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here