આજકાલ બૉલિવુડ સુપસ્ટાર્સની જૂની બ્રેગડ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ જઈ રહી
છે, પણ અજય દેવગણનું માનવું છે કેસ્ટાર સિસ્ટમ ક્યારેય ખતમ નહીં થાય. તો
કાજોલનું કહેવું છે કે પ્રસિદ્ધ થવું આસાન છે પણ સ્ટાર બનવું આજે પણ આસાન
નથી.

સ્ટાર સિસ્ટમ અંગે અજય કહે છે કે, હું નથી માનતો કે એ ક્યારેય ખતમ થાય.
દર્શકો સમજી વિચારીને ફિલ્મો જોવા જાય છે અને એ પણ ત્યારે જો ફિલ્મ સારી
હોય તો. અને આ વાતનું અમારે ધ્યાન રાખવું પડે છે.

અજયે વધુમાં કહ્યું કે અગાઉ અમને જે કોઈ ફિલ્મ કરવા માંગતા એ કરતા અને ફિલ્મો પણ ચાલતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે, ફિલ્મ ચાલશે એની કોઈ ગેરેન્ટી નથી. આજના સમયમાં, ખાસ કરીને આજની નવી જનરેશનના કલાકારોએ સાવચેત રહેવાની જરૂર છે. જોકે તેઓ ઘણા સ્માર્ટ છે અને ફિલ્મોની પસંદગીમાં સાવચેત રહે છે. લગભગ 28 વરસથી બૉલિવુડમાં કામ કરી રહેલો અજય નવ વરસ બાદ પત્ની કાજોલ સાથે તાનાજીઃ ધ અનસંગ વૉરિયરમાં સાથે આવી રહ્યો છે.
પચીસેક વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય કાજોલનું કહેવું છે કે સ્ટાર અને પ્રસિદિધિને સાથે રાખી શકાય નહીં. ઘણા લોકો એવા છે જે પ્રસિદ્ધ છે પણ સ્ટાર ઘણા ઓછા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here