ભૂષણ કુમાર અને રેમો ડિસોઝાની સ્ટ્રીટ ડાન્સર-3ડીમાં મળો નિયમો તોડનારાઓ-વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરને. જી, ઘણા સમયથી જેની વાત સંભળાઈ રહી છે એ રેમો ડિસોઝાની આગામી ફિલ્મનું નામ રખાયું છે સ્ટ્રીટ ડાન્સર-3ડી. ફિલ્મમાં શ્રદ્ધા પાકિસ્તાની ડાન્સર બની છે તો વરૂણ ભારતીય. ફિલ્મનું પહેલું શિડ્યુલ પંજાબ ખાતે પૂરૂં થયું છે. ભૂષણ કુમાર, કિશન કુમાર અને લેસલી ડિસોઝા દ્વારા નિર્મિત અને રેમો ડિસોઝા દિગ્દર્શિત ફિલ્મમાં વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર ઉપરાંત પ્રભુ દેવા અને નોરા ફતેહી પણ કામ કરી રહ્યા છે. સ્ટ્રીટ ડાન્સર-3ડી 8 નવેમ્બર 2019ના રિલીઝ થશે.