પુલવામામાં થયેલા આતંકવાદીઓના હુમલાને કારણે માત્ર આમ જનતામાં જ આક્રોશ વ્યાપ્યો છે એવું નથી, બૉલિવુડ સેલેબ્સ પણ ઍક્શનમાં આવ્યા છે. અજય દેવગણે ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ કરવાનું માંડવાળ કર્યું તો સલમાન ખાને એની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની ગાયક આતિક અસલમનાં ગીતને પડતું મુક્યું છે.

બૉલિવુડ પુલવામાના શહીદો માટે આર્થિક સહાય કરવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા ફોડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝે પાકિસ્તાની કલાકારોને બૅન કર્યા છે. તેમણે નિર્ણય કર્યો હતો કે તોઓ હવે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે. આતંકવાદી હુમલા બાદ ટી-સિરીઝે એવા તમામ ગીતો હટાવી દીધોં છે જે પાકિસ્તાની ગાયકોએ ગાયા હતા. એમાં રાહત ફતેહ અલી ખાન અને આતિક અસલમનાં ગીતો પણ સામેલ છે.સલમાન ખાને પણ હુમલાનો વિરોધ કરતા એની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની ગાયક આતિક અસલમનું ગીત કાઢી નાખ્યું છે. મળતા અહેવાલ મુજબ દિગ્દર્શક આ ગીતનું ફરી રેકોર્ડિંગ કરી રહ્યા છે. નોટબુક સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બની રહી છે. આતંકવાદી હુમલા બાદ સલમાન ખાને આતિકનું ગીત ફિલ્મમાંથી કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. આ ફિલ્મથી મોહનીશ બહેલની પુત્રી પ્રનૂતન અને ઝહીર ઇકબાલ તેમની કરિયરની શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here