વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રાનો આધાર લઈ બનાવાયેલી ફિલ્મ વાહ ઝિંદગીમાં ભારતીય ઉત્પાદક તેમના ચાઇનીઝ હરીફનો મુકાબલો કેવી રીતે કરે છે એની વાત કહેતી ફિલ્મમાં લવ સ્ટોરી પણ એક મહત્ત્વનો હિસ્સો છે.

મેક ઇન ઇન્ડિયા પર બનેલી રોમાન્ટિક ડ્રામા ફિલ્મ વાહ ઝિંદગીમાં સંજય મિશ્રા, વિજય રાઝ, પ્લબિતા બોરઠાકુર, નવીન કસ્તુરિયા અને મનોજ જોશીની મહત્ત્વની ભૂમિકાઓ છે.

નિર્માતા અશોક ચૌધરીની શિવાઝા ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ફિલ્મના લેખક-દિગ્દર્શક છે પુણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના દિનેશ યાદવ. વાહ ઝિંદગી માર્ચ મહિનામાં રિલીઝ થઈ રહી છે.