અલ્ટ બાલાજી એના દર્શકોના મનોરંજન માટે લાવી રહી છે હૉરર કૉમેડી બૂ… સબકી ફટેગી. આ સિરીઝથી બૉલિવુડની સેક્સ બૉમ્બ તરીકે જાણીતી મલ્લિકા શેરાવત અને તુષાર કપૂર ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યુ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે લાંબા અરસા બાદ અભિનય ક્ષેત્ર પાછી ફરેલી મલ્લિકા શેરાવત ભૂતની હસીનાનું પાત્ર ભજવી રહી છે.

જુવાન મિત્રોનું એક ગ્રુપ નિર્જન વિસ્તારમાં આવેલા એક એવા રિસોર્ટમાં રહેવા જવાનું નક્કી કરે છે જેની દેખભાળ એક અંધ વ્યક્તિના હસ્તક હોય છે. અહીં થતી અજીબોગરીબ ગતિવિધિની સાથે ભૂતની હસીનાની વાતો અવગણી યુવાનો અહીં રહેવા આવે છે. વેરાન રિસોર્ટમાં આવ્યા બાદ ગ્રુપના સભ્યની હત્યા બાદ એ ભૂત બને છે અને પોતાના સાથીદારો પર હુમલો કરે છે.

રોચક કથાનક ધરાવતી વેબ સિરીઝના કલાકારો પણ મજેદાર છે. મલ્લિકા શેરાવત ઉપરાંત તુષાર કપૂર, કિકુ શારદા, સંજય મિશ્રા, કૃષ્ણા અભિષેક અને શેફાલી જરીવાલા. સિરીઝનું દિગ્દર્શન કરી રહ્યા છે ગોલમાલ સિરીઝ ફેમ લેખક ફરહાદ સામજી.

તાજેતરમાં સિરીઝની લૉન્ચિંગ પાર્ટી તુષાર કપૂરના બંગલો ખાતે યોજાઈ હતી. જેમાં મલ્લિકા શેરાવતે જણાવ્યું કે, ભારત પાછા આવ્યા બાદ અલ્ટ બાલાજીની વેબ સિરીઝથી સારૂં કમબેક મારા માટે બીજું શું હોઈ શકે? બૂ… સબકી ફટેગી હૉરર કૉમેડી શો છે અને હું ભૂતની બનું છું. જબરજસ્ત કેરેક્ટર છે. એ સાથે આટલા મજેદાર કલાકારો સાથે કામ કરીશ એ વિચાર જ ઘણો એક્સાઇટિંગ છે.

પરિતોષ પેઇન્ટરના પ્રોડક્શન હાઉસ આઇડિયાઝ ધ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ બની રહેલી સિરીઝ અંગે જણાવતા તુષાર કપૂર કહે છે કે, હું પાંચ વરસ પછી ફરી બહેન એકતા સાથે કામ કરી રહ્યો છું. ગોલમાલ બાદ આ મારી બીજી હૉરર કૉમેડી છે. સિરીઝના કલાકારો પણ તોમના કૉમિક ટાઇમિંગ માટે જાણીતા છે.

જ્યારે પરિતોષ પેઇન્ટરે કહ્યું હતું કે, આ કૉમેડી હૉરર શો છે એમ કહેવું સહેલું છે પણ બંને જૉનર અલગ છે અને એ બંનેનું કેમ્બિનેશન કરવું ઘણું કઠીન કાર્ય છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here