આજળ હિન્દ ફિલ્મ ક્રિએશન બેનર હેઠળ બનેલા મ્યુઝિક આલ્બમ પહેલી નઝરના નિર્માતા આર્મી કમાન્ડો અશ્વિન કટારિયા છે. એના સંગીતકાર, ગાયક અને ગીતકાર છે ઈશાન પંડ્યા. વિડિયોનું દિગ્દર્શન અને મુખ્ય કલાકાર છે અશ્વિન કટારિયા અને હેતવી શાહ. ટૂંક સમયમાં આલ્બમ તમામ ચેનલો પર રિલીઝ કરાશે. પ્રોજેકટ ડિઝાઇનર છે દિલીપ પટેલ.

પહેલી કિરણના નિર્માતા-દિગ્દર્શક અને એકટર અશ્વિન કટારિયા સુરતના રહેવાસી છે. અને છેલ્લા ૧૧ વરસથી ઇન્ડિયન આર્મીમાં કમાન્ડો તરીકે કામ કરી રહ્યા છે. આ તેમનું પહેલું મ્યુઝિક આલબમ છે અને આવતા વરસે હિન્દી ફિલ્મ પોસ્ટિંગ પણ બનાવવાના છે. મ્યુઝિક આલ્બમ અંગે જણાવતા અશ્વિન કટારિયા કહે છે કે, અમે જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે અમારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-પ્રેમિકા તથા પરિવારના અન્ય સભ્યોના સુખદુખને આલબમમાં દર્શાવાયા છે. હું ઇચ્છું છું કેસામાન્ય જનતા પણ અમારા સુખદુખ અને લાગણીઓને સમજે.

આલબમના સંગીતકાર, ગાયક અને ગીતકાર ઈશાન પંડ્યા છે  જે ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. સુરતમાં તેમનો સીઝન્સ નામનો રેર્કોડિંગ સ્ટુડિયો પણ છે. તેમણે હિન્દી ફિલ્મ જીવન સાથી ઉપરાંત ગેંગ ઓફ સુરતમાં તેમની પ્રતિભા દાખવી ચુક્યા છે. આલબમ અંગે ઈશાન પંડ્યા કહે છે, આ દિલને સ્પર્શી જાય એવું આલ્બમ છે. જે અમે દિલથી બનાવ્યું છે. એમાં દરેક પ્રકારના ભાવ તમે અનુભવી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here