બૉલિવુડના સૌથી ચર્ચિત લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલઇકા અરોરા ફરી એકવાર સમાચારમાં ચમક્યા છે. બંનેના ચાહકો માટે આનંદના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો બંને એપ્રિલમાં લગ્ન કરી રહ્યાં છે. થોડા વખતથી બંને ઑફિશિયલી બધાની સામે સાથે નજરે પડતા હતા. જોકે તેમના સંબંધો અંગે કોઈ સામે મોં ખોલ્યું નહોતું.

મળતા અહેવાલને સાચા માનીએ તો 19 એપ્રિલે બંને ચર્ચમાં મેરેજ કરશે. લગ્નમાં ફૅમિલી ઉપરાંત બંનેના અંગત મિત્રો હાજરી આપશે. જો આ વાતમાં તથ્ય હોય તો બૉલિવુડમાં એક ઓર ગ્રૅન્ડ મેરેજની તૈયારી થઈ રહી છે.

થોડા સમય અગાઉ અનુપમા ચોપરાના ચૅટ શોમાં મલઇકાએ કહ્યું હતું કે એમનાં લગ્નમાં અર્જુનના ક્લોઝ ફ્રેન્ડ રણવીર સિંહ અને દીપિકા ઉપરાંત મલઇકાની ગર્લ ગેંગ પણ સામેલ થશે. મલઇકાએ એમના સંબંધો અંગે વાત કરતા કહ્યું હતું કે જો તમને લાઇફમાં આગળ વધવા માટે બીજો મોકો મળતો હોય તો તમારાથી વધુ ભાગ્યશાળી બીજું કોઈ નથી.

મલઇકા અરોરા બૉલિવુડની એવી સેલિબ્રિટીઝમાંની એક છે જે બ્યૂટિફુલની સાથે બૉલ્ડ પણ છે. 2017માં મલઇકાએ અરબાઝ સાથેના 18 વરસના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. મલઇકાએ રેડિયો હૉસ્ટ કરીના કપૂરને જણાવ્યું હતું કે છૂટાછેડા અગાઉ લગ્ન જીવન ટકાવી રાખવા માટે ઘણા સલાહ આપતા હતા. પણ મલઇકાએ પોતાના નિર્ણયને યોગ્ય ગણાવી અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા. હવે એ એની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here