મળતા અહેવાલ મુજબ સતીશ કૌશિકના થિયેટર બાળવામાં આવ્યા ત્યારે તેઓ અરૂણાચલની રાજધાની ઈટાનગરમાં જ હતા. ઈટાનગરમાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા સતીશ કૌશિક ગયા હતા. અભિનેતાએ તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમે હોટેલમાં હતા ત્યારે હિંસા ભડકી હોવાના ન્યુઝ આવ્યા. ફિલ્મ ફેસ્ટિવલ બંધ કરવો પડ્યો. લોકોએ અમારા પાંચ થિયેટર બાળી નાખતા અમને ભારે નુકસાન થયું છે. જોકે અરૂણાચલ સરકારે અમને સહીસલામત રાજ્યની બહાર મોકલી આપવા બદલ સરકારના આભારી છીએ. અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકના સ્થાનિક થિયેટર અને કલાકારો સાથે સારા સંબંધો છે અને અહીંના થિયેટરને પ્રમોટ પણ કરે છે.

હકીકતમાં અરૂણાચલ પ્રદેશમાં સ્થાયી નિવાસ પ્રમાણ પત્ર અંગે ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે રવિવારે હિંસક બન્યું હતું. હિંસક ટોળાએ અરૂણાચલ પ્રદેશના નાયબ મુખ્યપ્રધાનનું ઘર પણ બાળી નાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here