સર્વવિદિત છે કે કૃષ્ણા અભિષેક જેટલો સારો અભિનેતા છે એટલો જ સુપર્બ ડાન્સર પણ છે. એની આગામી કૉમેડી ફિલ્મ શર્માજી કી લગ ગઈ આજે રિલીઝ થઈ. ફિલ્મમાં કૃષ્ણા સાથે મુગ્ધા ગોડસે, બૃજેન્દ્ર કાલા, શ્વેતા ખંડૂરી, હેમંત પાંડે, ટીકુ તલસાણિયા, હિમાની શિવપુરી અને મુકેશ તિવારી પણ કામ કરી રહ્યા છે.

લેખક-દિગ્દર્શક મનોજ શર્માની ફિલ્મની પૃષ્ઠભૂમિ છે ઉત્તર ભારતનું એક શહેર. જ્યાં શર્માજી (બૃજેન્દ્ર કાલા) તેમની ખૂબસૂરત અને યુવાન પત્ની શોભા (મુગ્ધા ગોડસે) સાથે રહે છે. હકીકતમાં શર્માજી પ્રોફેસર હોવા છતાં ઝુનઝુના નામના અખબારમાં કામ કરે છે જેનો માલિક મુરલી (કૃષ્ણા અભિષેક) છે જે યુવાનની સાથે કમાલની વ્યક્તિ છે. શર્માજી પેપરમાં લોકોને સેક્સને લગતા પ્રશ્નોના નિરાકરણ આપતી કોલમ ચલાવે છે જે ઘણી પૉપ્યુલર છે. નેતા હોય કે પોલીસ કે પછી સામાન્ય વાચક દરેક શર્માજી પાસે સેક્સ અંગેના પ્રશ્નો લઈને આવે છે.

લલન (હેમંત પાંડે) જે શહેરનો ગુંડો છે એ માર્કેટમાં શોભાની છેડતી કરે છે. શોભા શર્માજીને આ વાતની જાણ કરે છે ત્યારે શર્મા આવા ગુંડાઓથી દૂર રહેવાની સલાહ આપે છે. પણ મુરલીને આ વાતની જાણ થાય છે ત્યારે એ લલનના હાડકાં ખોકરા કરી એને ઇન્સ્પેક્ટર તિવારી (મુકેશ તિવારી)ની સહાયથી જેલમાં ધકેલી દે છે. આને કારણે શોભા ઘણી ખુશ થાય છે તો તિવારીને ચિંતા થવા લાગે છે.

લલનની મા (હિમાની શિવપુરી) શર્માજીને મળી દીકરાને જેલમાંથી છોડાવવાની વિનંતી કરે છે. માની વાત સાંભળી શર્માજી પોલીસ સ્ટેશન આવે છે પણ ઇન્સ્પેક્ટર તિવારી ઉપરથી મળેલા આદેશ મુજબ લલને છોડવાની મનાઈ હોવાનું જણાવી ના પાડી દે છે. ત્યારે લલન કસ્ટડીમાંથી શર્માજીને કહે છે કે તમારી પત્ની શોભા અને મુરલી વચ્ચે ચક્કર ચાલી રહ્યું છે. પત્યું, લલનને છોડાવા ગયેલા શર્માજી પોતે શંકા-કુશંકાના દલદલમાં ખૂપી જાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here