બૉલિવુડની ચકાચૌંધ વચ્ચે એક ન્યુઝ એવા આવ્યા કે એ જોઈ-સાંભળી બધા અવાચક રહી ગયા. જ્યારે અનુરાગ કશ્યપે જણાવ્યું કે એક સમયનો અક્ષયકુમારનો કો-સ્ટાર રહી ચુકેલો કલાકાર ગુજરાન ચલાવવા એક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે નોકરી કરી રહ્યો છે. બ્લેક ફ્રાઇડે, ગુલાલ અને પટિયાલા હાઉસ જેવી ફિલ્મોમાં નજરે પડેલો સાવિ સિદ્ધુની દુખભરી દાસ્તાન સાંભળી બૉલિવુડ એની સહાય માટે આગળ આવી રહ્યું છે.

સાવિ વિશે જાણી બધાને આંચકો લાગ્યો હતો. એ સાથે ગ્લેમર વર્લ્ડની કાળી બીજુ પણ જોવા મળી હતી. પરંતુ અનુરાગની પોસ્ટ સાવિ માટે આશાઓનું નવું કિરણ લઈને આવી છે. રાજકુમાર રાવે પણ સવિ માટે એક પોસ્ટ લખી છે.

રાજકુમાર રાવે સાવિ સિદ્ધુને સેલ્યુટ કરતા લખ્યું કે, તમારી વાત સાંભળી ઘણી પ્રેરણા મળી સિદ્ધુ સર. તમારા કામને તમામ ફિલ્મોમાં વખાણવામાં આવ્યું છે. તમારા સકારાત્મક વિચારો સલામ કરવા યોગ્ય છે. હું જરૂર મારા કાસ્ટિંગ મિત્રોને કહીશ કે તમને મળે.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે એક એન્ટરટેઇન્મેન્ટ પોર્ટલની યુટ્યુબ ચૅનલ સાવિના સંઘર્ષનો વિડિયો પ્રસારિત થયો. ત્યાર બાદ સાવિનો વિડિયો પુષ્કળ વાયરલ થયો હતો. વિડિયોમાં સાવિએ જણાવ્યું હતું કે, મારા જીવનનો સૌથી કપરો કાળ ત્યારે આવ્યો જ્યારે મારી પત્નીનું અવસાન થયું. ત્યાર બાદ એક પછી એક મારા પિતા, મા, સાસુ-સસરા પણ અવસાન પામ્યા અને હું સાવ એકલો થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here