કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બૉલિવુડમાં ડેબ્યુ કરી રહેલી ટેલિવિઝનની સ્ટાર અંકિતા લોખંડેએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન એની રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો. અંકિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે લગ્ન કરી રહી છે તો અભિનેત્રીએ જણાવ્યું કે એ પ્રેમ કરી રહી છે પણ લગ્ન ક્યારે કરીશ એ નક્કી નથી. અંકિતા હાલ બિલાસપુરના બિઝનેસમૅન વિક્કી જૈનને ડેટ કરી રહી છે. વિક્કી પહેલાં અંકિતા એના કો-સ્ટાર સુશાંત સિંહ રાજપુત સાથે રિલેશનમાં હતી.

અંકિતાએ કોઈ પણ જાતના ખચકાટ વિના જણાવ્યું કે હાલ હું રિલેશનશિપમાં છું પણ તાત્કાલિક લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. અને જ્યારે લગ્ન કરીશ ત્યારે આપ સૌને જાણ કરવાની સાથે આમંત્રિત પણ કરીશ. આનાથી વધારે કંઈ જ નહીં કહું. હાલ મારૂં પૂરૂં ધ્યાન મારા કામ પર આપવા માંગું છું.

દસ વરસ પહેલાં ઝી ટીવીના શો પવિત્ર રિશ્તાથી અભિનય કરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ ડેલીસોપમાં જબરજસ્ત ખ્યાતિ મેળવી. એની દસ વરસની ટેલિવુડની સફર બાદ એણે બૉલિવુડમાં એન્ટ્રી કરી છેઅંકિતા મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીથી એની નવી ઇનિંગની શરૂઆત કરી રહી છે. ફિલ્મમાં અંકિતાએ ઝલકારી બાઈનું પાત્ર ભજવ્યું છે. ઝલકારી બાઈ એક મહત્ત્વનું કેરેક્ટર છે અને આ પાત્રને ન્યાય આપવા અંકિતાએ ઘઓડેસવારી અને તલવારબાજીની પણ ટ્રેનિંગ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here